Thursday, 20 May 2021

ગુજરાત ના આદિવાસીઓ

૧)ભીલ:-

 -અતિ પ્રાચીન પ્રજા છે.
 -રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે -તેમને સૌ પ્રથમ ઉલ્લેખ કરતાં કથાસારિત્ગસાગરમાં  મળે છે. -ઋગ્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે -આર્યોના આગમન પહેલાં પણ અહીં રહેતા હતા અને  સત્તા ભોગવતા હતા -તીર કામઠા મુખ્ય શસ્ત્રો છે 
-ભીલ શબ્દ મૂળ દ્રવિડ ભાષાના શબ્દ બીલું પરથી આવ્યો છે 
-ભીલ ની વસ્તી પંચમહાલમાં વધારે છે. તેમજ રાજપીપળામાં પણ છે.
 -તેમના ચિત્રોને ભરાડી ચિત્રો પણ કહે છે.
-ભીલના અંગૂઠાના લોહીથી રાજાને પ્રથમ તિલક કરવાનો રિવાજ હતો -સુરત ડાંગ bharuch 
-ભાષા :-ભીલી ભાષા .
-ભીલી ભાષા પર રાજસ્થાની, હિન્દી ભાષાની સ્પષ્ટ અસર જોવા મળી છે. ઉદાહરણ તરીકે ગરાસીયા, વસાવા પાવડા ,તડવી .
-ઉત્તર ગુજરાતના ભીલ ગરાસીયા કે ભિલાલા નામે ઓળખાય છે આ પ્રજાના ભારત અને ગુજરાતના ઇતિહાસમાં રાજ પરિવાર સાથે નિકટતા અને સંબંધો રહ્યા છે. -પંચમહાલમાં= પટેલીયા
 -દક્ષિણ ગુજરાત અને ડાંગમાં= કુનલી.

- સલ્તનત કાળ દરમિયાન એક આદિવાસી તડવી ભિલ તરીકે ઓળખાતાં .

હિન્દુ ધર્મની અસરો :-
૧)પૂજારીનું કામ =રાવળ ભીલ
૨) ભાટનું કામ =ઢોલ ભીલ  ૩)અલીરાજપુર ના બિલ 
૪)પાવાગઢની હાંકી કાઢેલા= પાવડા ભીલ.

- દેવી-દેવતા:- વૃક્ષો ,પશુ .

-મુખ્ય વ્યવસાય= ખેતી અને પશુપાલન ખેતી કરવામાં તેમને સિંચાઈ કરવા માટે હારણ અને પગ પાવરટો નામની આગવી પદ્ધતિ એ વિકસાવી .

 હારણ એટલે શિયાળુ ખેતી મુખ્ય હોવાથી સામૂહિક રીતે પાણી પીવાની પદ્ધતિ.
 -આ લોકો મહુડો વાવતા નથી.
- તેમના તહેવારોમાં ગોળ ગધેડાનો મેળો.


૨) વારલી :- 
-સુરત વલસાડ ડાંગ .
-વારલી એટલે "જમીનનો ટુકડો ખેડનાર".
 તેઓ નિગ્રો જાતિના છે.
 ભાષા કોંકણી.
ખાનદેશી:- આ લેખિત સ્વરૂપ ની વારલી ગુજરાતી અને મરાઠી બોલી નું મિશ્રણ છે.

વારલી ચિત્રકળા એ ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર અને તેને અડીને આવેલ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારમાં રહેતા વારલી સમાજના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આદિકાળથી ચાલતી આવતી આ ચિત્રકળા દેશ વિદેશમાં પ્રચલિત બની છે જોકે હવે ડીજીટલ યુગમાં તેમાં થોડા ફેરફાર આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ પૈકી વારલી એટલે કે કુકણા જાતિ, જેમની પોતાની એક પરંપરાગત ચિત્રકળા છે, જેને આપણે વારલી પેઇન્ટિંગ કહીએ છીએ. આ વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણ વાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે. ખેતરમાં નવા પાક આવતા પણ લોકો ઉત્સવ ઉજવે છે અને ઘરોમાં આ ચિત્રો ચીતરાવે છે. ડાંગ જીલ્લાના નાનકડા ભાવાડી ગામમાં રહેતા જયેશભાઈ મોકાસી વર્ષોથી આ ચિત્રો બનાવે છે 

નીચે લીંક વારલી સમાજના લોકોની છે.

https://sassurat.com/warli/

આપણાં આદિવાસી

આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે.



 વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે.

"કોઈપણ ક્ષેત્રના કે પ્રદેશના મૂળનિવાસી જેવો આદિકાળ થી કોઈક વિશેષ પ્રદેશ કે વિસ્તારમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય તેને આદિવાસી કહે છે."

ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે.

તેમની ભાષા, બોલી , વેશભૂષા, ધાર્મિક વિધિ, તહેવારો , મેળા અને નૃત્યનો આગવું મહત્વ છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 9 ઓગસ્ટ " વિશ્વ આદિવાસી દિવસ "તરીકે જાહેર કરાયો છે .
ભારતમાં વસતા આદિવાસીઓમાં મુખ્યત્વે :-
૧) મોગોલોઈડ
૨)proto australoid
૩) નિગ્રેટો છે.

 ગુજરાતમાં વસવાટ કરનાર તમામ આદિવાસીઓમાં સૌથી વધુ સમુદાયની વસ્તી  ભીલ સમુદાય ની  છે.

આદિવાસી વસતિ:-

વિશ્વમાં આફ્રિકા પછી ભારતમાં આદિવાસી વસ્તી છે વિશ્વની કુલ વસ્તીના 25% ભારતમાં છે.

2011 ની વસ્તી ગણતરી પ્રમાણે આદિવાસી પ્રમાણ ૮.૭ ટકા છે.

જેમાં રાજ્ય મુજબ નાગાલેન્ડમાં ૮૬.૪૭ ટકા અને મેઘાલયમાં ૮૬.૧૫ ટકા મિઝોરમમાં ૯૪.૬૨ ટકા. સૌથી વધુ આદિવાસી વસ્તી હતી .

ગુજરાતમાં 8min ૫૫ ટકા વસતી છે અને કુલ વસ્તીના ૧૪.૪ ટકા છે

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો:-

૧) ઉત્તર વિસ્તાર = 
બનાસકાંઠા ,સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર
 તેમાં ગરાસીયા ,ડુંગરીયા ,ભિલ, નાયકા જેવા આદિવાસીઓ રહે છે.
૨) મધ્ય વિસ્તાર=
 પંચમહાલ ,દાહોદ, વડોદરા, છોટાઉદેપુર.
 તેમાં નાયક, ભીલ, પટેલીયા રાઠવા જેવા આદિવાસીઓ રહે છે .

૩)દક્ષિણ વિસ્તાર = ભરૂચ, નર્મદા, સુરત ,તાપી ,નવસારી, ડાંગ ,વલસાડ.
 જ્યાં ડાંગમાં ૯૪%ટકા વધારે લોકો આદિવાસી રહે છે.



ગુજરાત ના આદિવાસીઓ

૧)ભીલ:-  -અતિ પ્રાચીન પ્રજા છે.  -રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે -તેમને સૌ પ્...